Pages

Search This Website

Thursday, 28 December 2023

શિયાળામાં ગીઝર વાપરતા હોવ તો આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીંતર બોમ્બ જેવો ધડાકો તો કહેતા નહી

Geyser Blast: ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જોવા મળે છે. જો આ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે. જો બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો.



Hot Water in Winter: ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, આ કડકડતી ઠંડી વચ્ચે જ્યારે નહાવાની વાત આવે છે ત્યારે લોકોનો આત્મા કંપી ઉઠે છે, સ્વાભાવિક છે કે શિયાળામાં ઠંડા પાણીથી નહાવું અશક્ય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો ગેસ પર પાણી ગરમ કરે છે અથવા કેટલાક લોકો સળિયાનો ઉપયોગ કરે છે, જો કે હવે મોટાભાગના લોકો ગીઝરને જ પ્રાધાન્ય આપે છે. કેમ કે તે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ તમારી થોડી બેદરકારીને લીધે ગીઝરનો ઉપયોગ તમારા માટે ભારે પડી શકે છે..એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે નહાતી વખતે ગીઝર ફાટ્યું હોય અને મૃત્યુ થયું હોય. આવું કેમ થાય છે, તે જાણવું જરૂરી છે.


કેમ થાય છે બ્લાસ્ટ?

ઈલેક્ટ્રિક ગીઝર દરેકના ઘરમાં જોવા મળે છે. જો આ ગીઝરને લાંબા સમય સુધી ચાલુ રાખવામાં આવે તો ગીઝર ગરમ થઈ જાય છે જેથી બ્લાસ્ટ થાય છે..જ્યારે ગીઝર ચાલુ હોય છે, ત્યારે તેના બોઈલર પર દબાણ આવે છે અને લીકેજની સમસ્યા થાય છે. દબાણ વધવાથી ગીઝર ફૂટી શકે છે. જો બોઈલર લીક થાય અથવા વિસ્ફોટ થાય, તો તમે વીજ કરંટના લીધે મૃત્યુ પામી શકો છો. ગીઝરને દર બે વર્ષે રીસ્કેલ કરવું જોઈએ નહીંતર શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ વધી જાય છે.આ સિવાય મોટાભાગના ગીઝરમાં ઓટોમેટિક હીટ સેન્સર લગાવવામાં આવ્યા છે, જો આ ઓટોમેટિક સેન્સર કામ કરવાનું બંધ કરી દે તો પણ ગીઝર બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે.


ગીઝર બ્લાસ્ટથી કેવી રીતે બચવું

ગીઝર બ્લાસ્ટથી બચવા માટે વર્ષમાં 1-2 વખત ફ્લશ અથવા ડ્રેઇન કરો. આમ કરવાથી તેમાં કોઈ ભરાવો થતો નથી. એ પણ ધ્યાન રાખો કે તેનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવું જોઈએ. આ સિવાય દર છ મહિને વાલ્વને સારી રીતે તપાસો.


કેવી રીતે રાખશો સાવધાની?

1) જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે ગીઝર બંધ કરીને સ્નાન કરો. નહાતા પહેલા ગીઝર ચાલુ કરીને પાણીને ગરમ કરો અને તેને ડોલ અથવા અન્ય કોઈ પાત્રમાં સંગ્રહ કરો.
2) જ્યાં પણ ગીઝર લગાવ્યું છે, ત્યાં ધ્યાન રાખો કે દિવાલ અને ગીઝર વચ્ચે થોડી જગ્યા ખાલી હોવી જોઈએ.
3) જો તમે વોટર હીટર ખરીદી રહ્યા છો, તો ચોક્કસપણે તેના રેટિંગ પર ધ્યાન આપો. માત્ર પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ પસંદ ન કરો..

4) ISI માર્ક વાળું સારી ગુણવત્તાનું ગીઝર લગાવો.ઓટોમેટિક સ્વીચ ઓફ સિસ્ટમ સાથે ગીઝર ખરીદો.
5) વોટર હીટર પરના સિક્યોરિટી ફીચર પર ધ્યાન આપો, જેથી તમે સુરક્ષિત રહી શકો, જેમ કે લીકેજના કિસ્સામાં પાવર સપ્લાય બંધ થઈ જાય છે, પ્લગ ઈન કર્યા પછી પણ કરંટ લાગતો નથી.
6) હીટર ખરીદતી વખતે જુઓ કે વોટર હીટર શોપ પ્રૂફ છે. પ્રેશર કંટ્રોલ કરે તેવા ફિચર્સ હોવા પણ જરૂરી છે.
7) સમયસર ગીઝરની સર્વિસ કરાવો, ગીઝર ફક્ત એન્જિનિયર થકી ફીટ કરાવો.
8) હંમેશા મોટું ગીઝર ખરીદો, બાથરૂમ માટે ઓછામાં ઓછું 10 થી 35 લીટરનું ગીઝર ખરીદો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment