Pages

Search This Website

Sunday, 7 January 2024

વર્તમાન પ્રવાહો પ્રાથમિક શિક્ષણ ભાગ -1

વર્તમાન પ્રવાહો પ્રાથમિક શિક્ષણ ભાગ -1

👉 વર્ષ 2022-2023 નું રાજ્ય કક્ષાનું ગણિત વિજ્ઞાન /પર્યાવરણ પ્રદશન ક્યાં યોજાયું ? અને તેનો મુખ્ય વિષય કયો હતો .

ધાંગધ્રા ખાતે યોજાયું જિલ્લો ( સુરેન્દ્રનગર ) તેનો મુખ્યવિષય ટેક્નોલોજી અને રમકડાં

NCEART દિલ્લી દ્રારા ભારત માં યોજાય છે .ગુજરાત માં GCEART આયોજન કરે છે GCEARTમાં ગણિત વિજ્ઞાન ની શાખા દ્રારા જિલ્લા કક્ષાએ DIET ,તાલુકા કક્ષાએ BRC સ્કૂલ કક્ષાએ CRC આ પ્રદશન યોજાય છે .



👉 RTE ACT 2009 મુજબ ગરીબ/નબળા અને વંચિત જૂથના બાળકો ના ખાનગી શાળામાં ધોરણ 1 માં પ્રવેશ માટે પ્રવેશ ની ઉંમર અને આવક મર્યાદા કેટલી છે ?

✅(25% સીટ ) હોય છે .

✅ઉંમર = 1.6.2023 ના રોજ 6 વર્ષ થવા જોઈએ

✅RTE એક્ટ 2012 ગુજરાત સ્રરકાર નો છે .

✅RTE એક્ટ કલમ નં 3 (1) માં આ વાત કરવામાં આવી છે .

✅ કલમ નં 11 માં ગરીબ/નબળા અને વંચિત જૂથના બાળકો ની વાત કરવામાં આવી છે .

✅આવક મર્યાદા - ગ્રામ્ય વિસ્તાર , < 120000 હજાર

શહેરી વિસ્તાર =, ,150000 હજાર

👉 વિકલાંગ બાળકો ની પ્રારંભિક સ્કિનિંગ માં શિક્ષકો ને મદદ કરવા માટે NCEART દ્રારા એક APP વિકસાવવા માં આવી છે તેનું નામ શું છે ?

પ્રશસ્ત એપ NCEART

વિકલાંગ વ્યક્તિ માટે કાયદો 2016 (21) પ્રકાર ની વિકલાંગતા નક્કી કરવાંમાં આવી છે .

👉 વર્ષ 2023-24 માટે શાળા બહાર ના બાળકો માટે સર્વે કેટલી ઉંમર ના બાળકો નો સર્વે કરવાનો છે ?




2023 /24 માટે 6 થી 19 વર્ષના બાળકો નો સર્વે કરવાનો છે.

👉વર્ષ 2022- 2023 માં થયેલ ગુજરાત એચીવમેન્ટ સર્વે (GAS ) કયા નંબર નો હતો અને કયા ધોરણો નો હતો ? વિષય ?

GAS 4 (ચાર ) નંબર નો હતો .
ધોરણ - 4 , 6 અને 7
વિષય - ધો . 4 - ભાષા , ગણિત , પર્યાવરણ
વિષય - ધો . 6અને 7 - ભાષા , ગણિત , વિજ્ઞાન ,સામાજિક વિજ્ઞાન
ધોરણ 4 -45 પ્રશ્ની સમય 90 મિનિટ
ધોરણ 6અને 7 - 60 પ્રશ્નો ,સમય 120 મિનિટ



👉 સી .એન .એસ . યોજના હેઠળ પ્રાથમિક શાળાઓમાં સિંગલ નોડેલ એકાઉન્ટ તરીકે કઈ બેન્ક ની નિમણુંક કરવામાં આવી છે ? તેની DSC KEY મેળવવા કોને કામગીરી સોંપવામાં આવી ?

ICICI બેન્ક

DSC KEY મેળવવા GNFC - N CODE ને કામગીરી સોંપવામાં આવી છે .

👉 શાળા માં ધોરણવાર શેક્ષણિક અને સહ શેક્ષણિક પ્રવુતિઓમાં કોઈપણ જાત ના ભેદભાવ વગર બાળકો ને જૂથ માં વિભાજીત કરી કાર્ય કરાવવવા માટે કયો કાર્યક્રમ અમલી કરવામાં આવ્યો .

બાલવૃંદ કાર્યક્રમ
NEP -2020 માં પિયર લર્નિગ ગ્રુપ -સહ પાઠી શિક્ષણ
ધોરણ 3 થી 12 માં આ કાર્યક્રમસિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની અમલી છે .
વર્ગ ના 4 જૂથ હોય ,શાળા ના 4 જૂથ હોય જૂથ ના નામ આપેલ હોય.



👉 શિક્ષણ વિભાગની udise આધારિત ચાઈલ્ડ ટેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગની સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS ) ના જન્મ નોંધણી ના ડેટા નો ઉપયોગ કરી કયા વર્ષ થી ધોરણ -1 માટે નામાંકન કરવામાં આવ્યું ?

વર્ષ 2019-2020 થી

👉 વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી ને ટ્રેક કરવા માટે તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં કઈ સિસ્ટમ શરુ કરવાંમાં આવી છે ? તેની શરૂઆત ક્યારે થઇ ?

વર્ષ 2018-2019 થી થઇ
સર્વ પ્રથમ SSA દ્રારા ONLINE એટેન્ડેન્ટ્સ સિસ્ટમ SMART
અત્યારે SWEFT CHART - SMART એટેન્ડેન્ટ્સ સિસ્ટમ , વિદ્યા સમીક્ષા કેન્દ દ્રારા
SWEFT CHART એ એક એપ છે . જેમાં વિધાર્થીઓ અને શિક્ષકોની હાજરી અને વિધાર્થીઓ ની મધ્યાહ્નન નો સમાવેશ થાય છે .



👉 વાંચન કૌશલ્યો ને વધુ સુદ્રઢ કરવા માટે ગુજરાતી ભાષામાં કઈ વિશિષ્ટ એપ વિકસાવવા માં આવી છે ?

અર્લી રિડિંગ ARLI RIDING

👉 વિદ્યા સમીક્ષા કેન્દ ખાતે વાંચન અભિયાન માટે કયું વિશિષ્ટ ડેશબોર્ડ બનાવવવામાં આવ્યું છે ?

ઓરલ રિડીંગ ફ્લ્યુઅન્સી

👉 PAT અને SAT ની ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી કઈ એપ પર કરવામાં આવે છે ?

SWFT CHART

XAMTA

👉 રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 12 માટે સેન્ટલાઈઝ ફોર્મેટીવ (એકમ કસોટી -PAT ) ક્યારે શરુ કરવામાં આવી ?

ડિસેમ્બર 2018

👉 રાજ્ય ની તમામ સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 12 માટે એકસમાન સમય પત્રક , પ્રશ્નપત્રો ,મૂલ્યાંકન પદ્ધતિ ક્યારથી દાખલ કરવાંમાં આવી ?

ઓક્ટોબર 2018

👉 ગુણોત્સવ 2.0 ની શરૂઆત કોના દ્રારા થઇ ? ક્યારથી થઇ ?

GSQAC -2018

👉 સ્કૂલ એકેડિટેશન માટે મુલ્યાંકનના ધોરણો નક્કી કરવા કઈ બેસ્ટ પ્રેક્ટિસીસ અપનાવવા માં આવી છે ?

OFSED લંડન

👉 શાળાકીય પ્રણાલીઓના સર્વ ગ્રાહી મૂલ્યાંકન માટે કયા કાર્યક્રમ ની શરૂઆત થઇ ?

ગુણોત્સવ

ગુણોત્સવ ની શરૂઆત 2009


બાળકો નિ ;શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિકાર બક્ષતો ધારો -2009



(2009 નો 35 મો ) (26 મી ઓગસ્ટ, 2009 )
સંસદે પસાર કરેલા નીચેના ધારા ને રાષ્ટ્પ્રમુખશ્રી ની બહાલી મળતાં ,તે લોકો ની જાણ સારું ,આથી પ્રસિદ્ધ કરવામાં આવે છે .
છ થી ચૌદ વર્ષના તમામ બાળકો ને ની શુલ્ક અને ફરજીયાત શિક્ષણ પૂરું પાડવા માટે નો ધારો
પ્રજાસત્તાક ભારતના સાઈઠ માં વર્ષમાં સંસદે ઘડેલો ધારો નીચે મુજબ છે .
બાળકો ને મફત અને ફરજીયાત શિક્ષણ નો અધિકાર અધિનિયમ -2009 માં સમાવિષ્ટ પ્રકરણો અને તેની કલમો ના શીર્ષક ;-




પ્રકરણ 1 = પ્રારંભિક .👫કલમ -1 ટૂંકું શીર્ષક ,વ્યાપ અને પ્રારંભ.
👫કલમ -2 વ્યાખ્યાઓ

પ્રકરણ 2 =મફત અને ફરજીયાત શિક્ષણ નો હક



👫કલમ -3 મફત અને ફરજીયાત શિક્ષણ અંગે બાળક નો હક


👫કલમ -4 પ્રવેશ ન અપાયેલ .અથવા જેમને પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવા બાળકો માટે ખાસ જોગવાઈઓ


👫કલમ -5 બીજી શાળા માં બદલી મેળવવાનો હક


પ્રકરણ 3 = યોગ્ય સરકાર ,સ્થાનિક સત્તાતંત્ર અને માતા પિતા ની ફરજો



👫કલમ- 6 શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર અને સ્થાનિક સતાતંત્ર ની ફરજો


👫કલમ -8 યોગ્ય સરકાર ની ફરજો


👫કલમ -7 નાણકીય અને બીજી જવાબદારી ઓ નું વિભાજન


👫કલમ-9 સ્થાનિક સત્તાતંત ની ફરજો


👫કલમ-10 માતાપિતા અને વાલી ની ફરજો


👫કલમ -11 યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું



પ્રકરણ 4 = શાળા અને શિક્ષકો ની જવાબદારીઓ



✅કલમ -12 ;મફત અને ફરજીયાત શિક્ષણ માટે શાળા ની જવાબદારીઓ નું પ્રમાણ


✅કલમ -13- પ્રવેશ માટે માથાદીઠ ફી અને તાપસ કાર્ય પદ્ધતિ નહિ


✅કલમ -14 પ્રવેશ માટે ઉમર ની સાબિતી નહિ .


✅કલમ -15 પ્રવેશ ની ના ન પાડવી


✅કલમ -16 રોકી રાખવાની અને કાઢી મુકવાની મનાઈ


✅કલમ-17 બાળક ને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ


✅કલમ-18 માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા શિવાય કોઈ શાળા સ્થાપવી નહિ .


✅કલમ-19 શાળા માટેના ધોરણ અને માપદંડ


✅કલમ -20 અનુસૂચિ વધારવાની સત્તા


✅કલમ-21 શાળા વ્યવસ્થાપન સમિતિ


✅કલમ-22 શાળા વિકાસ યોજના


✅કલમ -23 શિક્ષકો ની નિમણુંક માટેની લાયકાત અને નોકરી ની શરતો



👫કલમ -24 શિક્ષકો ની ફરજો અને ફરિયાદો નું નિવારણ
👫કલમ -25 વિધ્રાથી -શિક્ષક ગુણોત્તર .
👫કલમ-26 શિક્ષકો ની ખાલી જગ્યા ભરવી .
👫કલમ-27 શિક્ષકો ને બિન સેક્સનિક હેતુ માટે મુકવા પાર પ્રતિબંધ
👫કલમ-28 શિક્ષકો ના ખાનગી ટ્યૂશન પાર પ્રતિબંધ

પ્રકરણ- 5= અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું

👫કલમ-29 અભ્યાસક્રમ અને મૂલ્યાંકન કાર્ય પદ્ધત્તિ
👫કલમ-30 પરીક્ષા અને પૂરું કર્યા નું પ્રમાણપત્ર

પ્રકરણ 6= બાળકો ના હક નું રક્ષણ

👫કલમ -31 બાળકો ના શિક્ષણના હક પાર રેખદેખ -નિયઁત્રણ
👫કલમ -32 ફરિયાદ નિવારણ
👫કલમ -33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદ ની રચના
👫કલમ-34 રાજ્ય સલાહકાર પરિષદ ની રચના

પ્રકરણ 7 =પ્રકીર્ણ

👫કલમ -35 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા
👫કલમ -36 ફોજદારી કાર્યવાહી માટે પૂર્વમંજૂરી
👫કલમ-37 શુભ આશય થી લીધેલા પગલાંની જાણ
👫કલમ-38 નિયમો બનાવવા માટે યોગ્ય સરકાર ની સત્તા






GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો








GCSR પેન્શનના નિયમો 2002

વય નિવૃત્તિ પેન્શન: (નિ-45)

- નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન.
- વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
- અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
- જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે.
_જજ/કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને 60/62 વર્ષે નિવ્રુત્તિ.. -
-શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..

નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51]

👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.

20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ.

1 ત્રણ માસની નોટીસ જરૂરી.
2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે.
5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.

અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64)

👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી,
👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી,
👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.


વળતર પેન્શન: (નિ. 65 થી 67)

.1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.



આમ ન થઇ શકે તો

વળતર પેન્શન માટેનો અથવા


બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.

ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76)

ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે.
જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી

નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે

+ મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
+ ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
+ હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
+ ફરજ માટેની હવાઇ મુસાફરી


👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.


નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.



બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.

આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.




કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95)


ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.

કોને મળવાપાત્ર:

જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
. કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત)
નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે.
જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.


કુટુંબ પેન્શન:

ક્યાં સુધી મળવાપાત્ર:

💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન.

💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે

💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા

💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે.

💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.

કુટુંબ પેન્શનની રકમ:

કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે.
છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે.
નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર.
કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
મિનિમમ રૂ. 9000 કુ.પે. મળવાપાત્ર છે.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ની ગણતરી: (નિ. 81)

પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ % (અડધો) પગાર જેટલી રકમ ગ્રેજ્યુઇટી મંજુર કરાશે.
આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે


સેવાનાં વર્ષ

મળવાપાત્ર ગ્રેજ્યુઇટી


💢1 વર્ષથી ઓછી

👉2 પગાર


💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી

👉6 પગાર


💢5 વર્ષ કે વધુ - 11 વર્ષથી ઓછી

👉12 પગાર


💢11 વર્ષ કે વધુ - 20 વર્ષથી ઓછી

👉20 પગાર


💢20 વર્ષ કે વધારે

👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ)


શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI






શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ

👫વૂડનો ખરીતો (૧૮૫૪)

👫હંટર કમિશન (૧૮૮૨)

👫હાર્ટંગ કમિટી (૧૯૨૮)

👫સાર્જન્ટ પ્લાન (૧૯૪૪)

👫રાધાકૃષ્ણન આયોગ (૧૯૪૮-૪૯) (યુનિવર્સિટી શિક્ષણ પંચ)

SHIXAN PANCHO ANE SHIXAN NITI



વૂડનો ખરીતો (૧૮૫૪)
Contents

માધ્યમિક સ્તર પર વ્યાવસાયિક શિક્ષણ શરૂ કરવા પર બળ આપવામાં આવ્યું.
માધ્યમિક સ્તર પર વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપવામાં આવે કે જેથી વિદ્યાર્થીઓનું ભાવિ વ્યાવસાયિક જીવન માટે તૈયાર કરી શકાય.



1857માં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવામાં આવી.

આ બધા પ્રયાસો છતાં માધ્યમિક સ્તર કે ઉચ્ચ શિક્ષણમાં વ્યવસાયિક શિક્ષણ આપવાની કવાયત ન થઈ શકી.


👫હંટર કમિશન (૧૮૮૨)

ભારતીય શિક્ષા આયોગ અંતગર્ત બનાવાયેલા હંટર કમિશને સૂચવ્યું કે માધ્યમિક સ્તરના શિક્ષણને બે વિભાગમાં વહેંચી નાખવામાં આવે.

(૧) એક વિભાગમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે તૈયાર કરવામાં આવે,
(ર) બીજા વિભાગમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષણ આપવામાં આવે.



હંટર કમિશનના આ રિપોર્ટને 1884માં સ્વીકારી દર વર્ષે બે વૈકલ્પિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું.

👉પ્રાથમિક શિક્ષણને સ્થાનિક સંસ્થાઓને સોંપી દેવામાં આવ્યું. સ્થાનીય ‘સ્વશાશન અધિનિયમ’ અંતગર્ત આ માટે સરકારે અનુદાન (grant) આપવાના નિયમો બનાવ્યા. જેના કારણે માધ્યમિક સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો. સ્થાનીય સમિતિઓ દ્વારા ફી લઈને ચલાવાતી આવી સ્કૂલોના કારણે હંટર કમિશનની ભલામણો ફળદાયી સાબિત ન થઈ.
👉ઈ.સ. ૧૮૯૬માં “અખિલ ભારતીય શિક્ષણ સેવા” શરૂ કરવામાં આવી. ઇંગ્લેન્ડમાં યોજાનારી પરીક્ષા દ્વારા આ સેવામાં નિમણૂક કરવામાં આવી. ભારતીયો આ પરીક્ષા આપી શકતા, પરંતુ ઇંગ્લેન્ડમાં આ પરીક્ષાઓ યોજાતી હોવાથી મોટા ભાગે ‘અખિલ ભારતીય શિક્ષણ સેવા’માં અંગ્રેજો જ નિયુકત થતા. આ પ્રકારની વ્યવસ્થા, છેક 1919 સુધી ચાલી.


👫હાર્ટંગ કમિટી (૧૯૨૮)



૧૯૧૯માં બ્રિટિશ સરકારે નવું સંવિધાન લાગુ કર્યું. આ સંવિધાન મુજબ કેટલાક વિભાગોનું સંચાલન. ગવર્નર દ્વારા; જ્યારે કેટલાક વિભાગોનું સંચાલન પ્રાંતીય ધારાસભાના મંત્રીઓ દ્વારા કરવામાં આવતું હતું.

આ સમય દરમિયાન શિક્ષણ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘણો વધારો થયો. ‘ઈન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન’ની સહાયક સમિતિ; જે હાર્ટોગ કમિટીના નામે પ્રસિદ્ધ છે, તેણે પોતાના રિપોર્ટમાં કેટલીક ભલામણો કરી, તેની ભલામણો નીચે મુજબ હતી.



👉પ્રાથમિક શિક્ષણનો વિસ્તાર જેટલા પ્રમાણમાં થયો તેટલા પ્રમાણમાં સાક્ષરતા દરમાં વધારો થયો નહીં. કારણ કે પહેલા ધોરણમાં પ્રવેશ લેનાર બાળકો ચોથા-પાંચમા ધોરણ પછી ભણવાનું છોડી દેતાં હતાં. તેથી આ અપવ્યયને રોકવા કમિટીએ ભલામણો કરી.
👉અભ્યાસક્રમમાં વિવિધતા માધ્યમિક કક્ષાએ લાવવાનું સૂચન કર્યું. આ આયોગ દ્વારા સામાન્ય શિક્ષણની સાથે સાથે ભૌતિક અને શારીરિક વિજ્ઞાનના સિદ્ધાંતો, આદાન પ્રદાનના સાધનરૂપે ભાષાના સ્પષ્ટ અને પ્રભાવશાળી પ્રયોગ, ઉચ્ચ જીવનમૂલ્યો અને સહકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો.
ઈ.સ. ૧૯૩૨માં આંધ્ર યુનિવર્સિટીમાં બી.એડ. કોલેજની સ્થાપના કરવામાં આવી અને ૧૯૩૬માં મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એડનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો.

આ સિવાય આયોગે પગારમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા, ખેતી અને વ્યવાસાયિક શિક્ષણનો પ્રસાર કરવા, ગ્રામ વિશ્વ વિદ્યાલયોની સ્થાપના કરવા, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની અવધિ, ત્રણ વર્ષ કરવા, શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવા તેમજ વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી. આ આયોગની ભલામણના આધારે ૧૯૫૩માં વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC)ની સ્થાપના કરવાની કરવામાં આવી.


👫સાર્જન્ટ પ્લાન (૧૯૪૪)

૧૯૩૫માં ભારત સરકાર અધિનિયમ મુજબ પ્રાંતીય સરકારોમાં માધ્યમિક શિક્ષણના વિસ્તરણની ગતિ મંદ રહી. આના કારણે સાર્જન્ટ પ્લાન મુજબ માધ્યમિક શિક્ષણનું પુનઃગઠન કરવામાં આવ્યું.

(૧) કલા (Art) અને મૂળ વિજ્ઞાન (Basic Science)નો અભ્યાસ કરાવતી શાળાઓ અને(ર) ટેકનિકલ હાઈસ્કૂલ આમ, બે પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી.
👉સાર્જન્ટ પ્લાનની અગત્યની ભલામણો

ગ્રામીણ અભ્યાસક્રમમાં ખેતી (કૃષિ) પર બળ આપવું.
કન્યા કેળવણીના ક્ષેત્રમાં વૈકલ્પિક વિષય તરીકે ગૃહ વિજ્ઞાન સામેલ કરવું.
૧૯૪૦ના દશકને શિલ્પ શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, વાણિજિયિક શિક્ષણના સ્વસ્થ વિકાસની દિશામાં સાર્થક કદમ માની શકાય. સાર્જન્ટ કમિશને ભારતમાં શિક્ષણના વિકાસ માટે એક દીર્ધકાલીન રિપોર્ટ તૈયાર કર્યો.


👫રાધાકૃષ્ણન આયોગ (૧૯૪૮-૪૯) (યુનિવર્સિટી શિક્ષણ પંચ)



આઝાદી પછી સૌપ્રથમ શિક્ષણ પંચ એટલે રાધાકૃષ્ણન પંચ.

4 નવેમ્બર, 1948 ના રોજ ડૉ. એસ. રાધાકૃષ્ણનના અધ્યક્ષપદે આ પંચની સ્થાપના કરવામાં આવી હતી. - રાધાકૃષ્ણન પંચે ભાષા શિક્ષણ માટે ‘ત્રિભાષી સૂત્ર’ આપ્યું હતું.




રાધાકૃષ્ણન પંચે ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષાની ભલામણ કરી હતી.
ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે ગ્રામ વિદ્યાપીઠો’સ્થાપવાની ભલામણ કરી હતી.
ઉચ્ચ શિક્ષણ માટે બનાવવામાં આવેલા આ આયોગે પોતાના પ્રતિવેદનમાં સ્પષ્ટ કર્યું કે,
વિદ્યાલય દ્વારા અપાતા શિક્ષણનું કાર્ય માત્ર વિદ્યાર્થીને યુનિવર્સિટીના કાર્ય માટે તૈયાર કરવાનું નથી. પરંતુ કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટી નથી જતો; તો તેને વ્યાવહારિક કાર્ય માટે તૈયાર કરવાનું પણ છે. જેથી તે પોતાનું જીવનઅધ્યયન કરી શકે. વિદ્યાલયોમાં અપાતું શિક્ષણ વિદ્યાર્થીને બૌદ્ધિક જ્ઞાન તો આપે જ છે, પરંતુ સાથે-સાથે શારીરિક શિક્ષણ અને સમૂહ શિક્ષણ પર પણ સરખો ભાર આપવો જોઈએ.
આયોગના આ પ્રતિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઉચ્ચ શિક્ષણ બધા માટે નથી. પરંતુ વિદ્યાર્થીના રસ અને રુચિ પર આધારિત છે. આયોગે વિદ્યાલય સ્તરે સામાન્ય શિક્ષણ આપવા પર ભાર મૂક્યો. કૃષિ, કૃષિવિજ્ઞાન, લલિતકલા જેવા વિષયોને ઐચ્છિક વર્ગના વિષયોમાં મૂકવા જોઈએ

For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment