- 2023ની સૌથી યાદગાર પળો, G20 સમિટ, ચંદ્રયાન-3
- એશિયન ગેમ્સમાં મેડલની સંખ્યા 100ને પાર
- દેશને નવું સંસદ ભવન અને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું
2023 Memorable Moments : વર્ષ 2023 અલવિદા કહી રહ્યું છે. આપણે બધા નવા વર્ષ 2024ને આવકારવા તૈયાર છીએ. મહત્વનું છે કે, આ પસાર થતા વર્ષમાં દેશે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ઘણા રેકોર્ડ બનાવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આ વર્ષે ઘણી એવી સિદ્ધિઓ હાંસલ કરી છે, જે ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે. આજે આપણે જાણીશું એવું જ કેટલીક વાતો.
G-20 સમિટ
'ભારત મંડપમ' ખાતે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભારતની અધ્યક્ષતામાં G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત સમિટમાં વિકસિત દેશોના સિક્કો નહોતો ચાલ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઈટાલિયન પીએમ જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા મોટા નેતાઓએ સમિટમાં હાજરી આપી હતી.

ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ
આ વર્ષે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જ્યારે ચંદ્રની સપાટી પર ઉતરાણના મામલે ભારત વિશ્વનો ચોથો દેશ છે.

દેશને નવું સંસદ ભવન મળ્યું
28 મેના રોજ PM મોદીએ નવું સંસદ ભવન દેશને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે સમર્પિત કર્યું હતું. 4 માળની નવી સંસદ ભવન કુલ 64500 ચોરસ મીટર વિસ્તારમાં બનેલ છે. 862 કરોડના ખર્ચે નવું સંસદ ભવન તૈયાર કરવામાં આવ્યું છે.

ભારતમાં વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ
ભારતે વિશ્વનું સૌથી ઝડપી 5G રોલઆઉટ હાંસલ કરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 5G નેટવર્ક દેશના 738 જિલ્લાઓ અને લગભગ 100 મિલિયન વપરાશકર્તાઓને સેવા આપે છે. 5G નું આટલું ઝડપી રોલઆઉટ એ ભારતની તકનીકી ક્ષેત્રમાં પ્રગતિનો મોટો પુરાવો છે.
વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
ભારતને આ વર્ષે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો ખિતાબ મળ્યો છે. ભારતે દાવો કર્યો છે કે, તે વિશ્વના ટોચના 3 દેશોમાં સામેલ થશે, જે આનો ઉત્તમ પુરાવો છે.
એશિયન ગેમ્સમાં મેડલની સંખ્યા 100ને પાર
ભારતે આ વખતની એશિયન ગેમ્સમાં ઈતિહાસ રચ્યો હતો. 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ સાથે ભારતીય ખેલાડીઓએ દેશ માટે કુલ 107 મેડલ જીત્યા હતા. 72 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 100થી વધુ મેડલ જીત્યા.
PM મોદીને 5 દેશોમાંથી સર્વોચ્ચ સન્માન મળ્યું
વર્ષ 2023માં PM મોદીને પાંચ દેશોમાંથી સર્વોચ્ચ સન્માન મળ્યું હતું. PM મોદીને 2016 થી 2023 સુધી લગભગ 14 દેશો તરફથી વિશેષ સન્માન મળ્યા છે. આમાં ફિજીનું સર્વોચ્ચ સન્માન, ગિનીનું સર્વોચ્ચ સન્માન, ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન સામેલ છે.
ઓસ્કારમાં ભારતનો મહિમા
13 માર્ચ, 2023 ના રોજ સમગ્ર ભારત માટે એક ગર્વની ક્ષણ આવી જ્યારે RRR અને The Elephant Whisperers ના ગીત નાટુ-નાટુએ ઓસ્કાર 2023 જીત્યો. 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી રાજામૌલીની ફિલ્મ RRRના નાટુ-નાટુ ગીતે ઓસ્કાર પહેલા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

ભારતને મળ્યું સૌથી લાંબુ ક્રૂઝ MV વિલાસ
PM નરેન્દ્ર મોદીએ આ વર્ષે વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ અને ભારતનું પ્રથમ નિર્મિત ક્રૂઝ શિપ એમવી ગંગા વિલાસ લોન્ચ કર્યું. આ ક્રૂઝ 51 દિવસમાં 3200 કિમીનું અંતર કાપે છે અને બાંગ્લાદેશ થઈને આસામના ડિબ્રુગઢ ખાતે સમાપ્ત થાય છે.

ભારતને વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર મળ્યું
PM મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્ર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. સાત માળના આ મહાન મંદિરમાં એક સાથે 20 હજાર લોકો ધ્યાન કરી શકે છે. તેને પૂર્ણ કરવામાં લગભગ 20 વર્ષ લાગ્યાં. આ સ્વર્વેદ મહામંદિર 3,00,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.
No comments:
Post a Comment