ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
ગુજરાતના બેસ્ટ 5 બીચ
ફરવાના શોખીન લોકો વધુ પડતું બીચને પસંદ કરે છે. અને મુલાકાત લેવાનું પસંદ કરે છે. અને બીચનું નામ આવે એટ્લે મોટાભાગના લોકો ગોવાનું નામ પસંદ કરે છે. દેશનું પ્રખ્યાત પ્રવશન સ્થળ હોવાને લીધેગોવાના દરિયા કિનારે આખા વર્ષ દરમિયાન પ્રવસીઓ ફૂલ હોય છે. સાહસિક પ્રવૃતિથી લઈને નાઈટ લાઇફનો આનંદ માણવા મોટાભાગના પ્રવાસીઑ ગોવાને પસંદ કરે છે. પણ જો ગોવાના ઘોંઘાટથી બચવા શાંત સ્થળ શોધો રહ્યા છો તો ગુજરાતના બેસ્ટ 5 બીચ કે જે તમારો પ્રવાસને યાદગાર બનાવી દેશે. જે તેમની અનોખી વિશેષતા માટે જાણીતા છે.
માંડવી બીચ, કચ્છ
ગુજરાતના કચ્છમાં સ્થિત માંડવી બીચ તેના સુંદર સૂર્યાસ્તના નજરા માટે જાણીતો છે. માંડવી બીચ પર લોકોની ભીડ ઓછી હોવાને લીધે દરિયાનું પાણી એકદમ સ્વચ્છ દેખાય છે. આવી સ્થિતિમાં માંડવી બીચ પર તમે માત્ર સૂર્યાસ્તનો નજારો કેદ કરી શકતા નથી પરંતુ ઘોડા અને ઊંટની સવારી કરી શકો છો. તેમજ બીચને સારી રીતે એક્સ્પ્લોર કરી શકો છો.
પોરબંદર ચોપાટી બીચ
ગુજરાતમાં આવેલ ચોપાટી બીચ દેશના સૌથી સ્વચ્છ બીચમાં થાય છે. આમદવાદથી લગભગ 394 કિલોમીટરના અંતરે આવેલ છે. પોરબંદર ફેમિલી વેકેશન માટે શ્રેષ્ઠ ગણાય છે. આવી સ્થિતિમાં પોરબંદરની મુલાકાત દરમિયાન તમે ચોપાટી બીચ અને કિર્તિ મંદિરની મુલાકાત લઈ શકો છો.
માધવપુર બીચ
ગુજરાતનો માધવપુર બીચ ઘણા સમારોહની ઉજવણી માટે પ્રખ્યાત છે. માધવપુર બીચની મુલાકાત લઈને ઊંટની સવારી, સ્થાનિક વસ્તુની ખરીદી અને ગુજરાતના પ્રખ્યાત ખોરાકનો સ્વાદ માણવા સાથે દરિયામાં મજા માણી શકો છો.
સોમનાથ બીચ
ગુજરાતના બેસ્ટ 5 બીચ માં સોમનાથ બીચનો પણ સમાવેશ થાય છે. અને ગુજરાતમાં આવેલું સોમનાથ 12 જ્યોતિર્લીંગમાનું પહેલું છે. સોમનાથ પાસે આવેલા સોમનાથ બીચ પણ પ્રવાસીના આકરશનનું કેન્દ્ર બની ગયું છે. સોમનાથ બીચનો સુંદર નજારો તમારી સફરને યાદગાર બનાવી દેશે.
દ્વારકા બીચ
અમદાવાદરહી લગભગ 439 કિલોમીટરના અંતરે આવેલ દ્વારકા ભગવાન ક્રુષ્ણ નગરી કહેવામા આવે છે. આવી સ્થિતિમાં દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે અનેક ભક્તો આવે છે. ત્યારે મિનિ વેકેશન કે રજાના દિવસોમાં દ્વારકા બીચની મુલાકાત લઈ શકો છો. જે તમને આરામ દાયક રહેશે.
No comments:
Post a Comment